જમ્મુ-કાશ્મીરમાં સરકારે ત્રણ દાયકા બાદ મોહરમનું જુલૂસ કાઢવાની પરવાનગી આપી

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ બુધવારે ૩ દાયકા કરતા વધુ સમય સુધી પ્રતિબંધિત રહ્યા બાદ ગુરુવારે શ્રીનગરથી ૮ મા મોહરમ જુલૂસની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો. જોકે, તંત્રએ જુલૂસ માટે એક સમય મર્યાદા નક્કી કરી છે.

શ્રીનગરના ડેપ્યુટી કમિશનર અજાજ અસદ દ્વારા બુધવારે સાંજે જાહેર કરાયેલા એક આદેશ અનુસાર ૨૭ જુલાઈ ૨૦૨૩એ સવારે ૦૬:૦૦ વાગ્યાથી સવારે ૦૮:૦૦ વાગ્યા સુધી ૮ મી મોહરમ- ૧૪૪૫ એ ગુરુ બજારથી બુડશાહ કદલ અને એમ.એ. રોડ શ્રીનગરના માધ્યમથી ડલગેટ સુધી મોહરમ જુલૂસ કાઢવાની પરવાનગી આપવામાં આવી છે. બુધવારે પોતાના આદેશમાં તંત્રએ જુલૂસ કાઢનાર લોકોને કહ્યુ છે કે કોઈ પણ પ્રકારનું રાષ્ટ્ર-વિરોધી/સ્થાપના-વિરોધી ભાષણ/સૂત્રોચ્ચાર કે પ્રચાર કરે નહીં.

કાશ્મીરના ADGPએ જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા લગભગ ૩ દાયકા બાદ શ્રીનગરમાં પોતાના પારંપરિક માર્ગ પરથી મોહરમ જુલૂસની અનુમતિ આપવા અંગે વાત કરતા કહ્યુ કે સરકારે જ્યારે આ નિર્ણય લીધો તે બાદ તાત્કાલિક અમે બેઠક કરી અને ગઈ કાલ રાતથી જ પોલીસદળ તૈનાત છે.

જમ્મુ-કાશ્મીરમાં મોહરમના જુલૂસની પરવાનગીનો મુદ્દો એટલા માટે મહત્વનો છે કેમ કે ૩ દાયકા કરતા વધુ સમયથી આની પરવાનગી નહોતી, કેમ કે સરકાર જુલૂસ કાઢનારને અલગાવવાદી આંદોલન પ્રત્યે નરમ માનતી હતી. ૧૯૯૦ માં જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘૂસણખોરીની શરૂઆતમાં આની પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *