પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સેમિકોન ઇન્ડિયા ૨૦૨૩ નું ઉદ્ધાટન કરશે. આ પ્રસંગે તેઓ એક સભાને પણ સંબોધિત કરશે. સંમેલનનો વિષય છે ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વેગ આપવાનો”. જેનો ઉદ્દેશ્ય ઉદ્યોગ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓમાંથી વિશ્વસ્તરના નેતાઓને એકસાથે લાવવાનો છે. ભારતની સેમિકન્ડક્ટર રણનિતી અને નિતીઓને પણ પ્રદૂષિત કરે છે જે ભારતને સેમિકન્ડક્ટરની ડિઝાઇન, વિનિર્માણ અને પ્રોદ્યોગિકી વિકાસ માટે એક વૈશ્વિક કેન્દ્ર બનાવવાની પરિકલ્પના કરે છે.
૨૭ તારીખે રાજસ્થાન અને ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતની મુલાકાત લઇને વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું. તેમણે રાજસ્થાનમાં સવા લાખ PM કિસાન સમૃદ્ધિ કેન્દ્રો સમર્પિત કર્યા અને યુરિયાની નવી સલ્ફર કોટેડ- યુરિયા ગોલ્ડ ખાતરનો શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી પાંચ નવી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું અને સાત મેડિકલ કોલેજનો શિલાન્યાસ કર્યો. આ સાથે જ તેમણે છ એકલવ્ય મોડલ નિવાસી શાળાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટમાં એક હજાર ૪૦૫ કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલા રાજયના સૌપ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ એરપોર્ટ આધુનિક ટેકનોલોજી અને ટકાઉ સુવિધાઓનું મિશ્રણ છે.. આ એરપોર્ટની ટર્મિનલની ડીઝાઇન રાજકોટની સાંસ્કૃતિક જીવંતતાનું સુત્ર છે. આ નવું એરપોર્ટ, ટ્રાવેલ લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરાં, વેરહાઉસ-કાર્ગો હેન્ડલિંગ, ક્લીયરિંગ બિઝનેસ વગેરેને પ્રોત્સાહન આપશે. હીરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ તેમણે ૩૯૪ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સૌની પાણી યોજનાના લીંક- ત્રણના પેકેજ – ૮ અને ૯.નું લોકાર્પણ કર્યું. આ યોજનાથી સૌરાષ્ટ્રમાં ૫૨ હજાર ૩૦૦ એકર વિસ્તારમાં સિંચઇ માટે પાણી તથા આશરે એક લાખ લોકોને નર્મદાના નીર મળશે. આ ઉપરાંત તેઓ રાજકોટ મહાનગરપાલીકાના ૨૩૪ કરોડ રૂપિયાન વિકાસકામોનું લોકાર્પણ કર્યું. જેમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, અદ્યતન લાયબ્રેરી, નવું આરોગ્ય કેન્દ્ર, KKV ફલાયઓવર બ્રીજમાં લોકાર્પણનો સમાવેશ થાય છે.