આગામી ૫ દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ભાવનગર અને સોમનાથમાં પણ વરસાદની શક્યતા.
ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન વિભાગે આગાહી કરી છે કે, ૫ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. આ સાથે આગામી ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં વરસાદ થશે. આ તરફ હવામાન વિભાગે આજે છોટાઉદેપુરમાં સૌથી વધુ ભારે વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, મેઘરાજાએ હાલ તો દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. અહીં અનેક વિસ્તારોમાં નદી-નાળા છલકાયાં તો અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ ૨૪ કલાકમાં વરસાદ પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે આજે છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ, વડોદરા, ભાવનગર અને સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ છવાયો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ સિઝનનો ૮૫ % વરસાદ પડ્યો છે.