રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા અમદાવાદનાં નવા પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિકની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદનાં ૩૬ માં પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિકે ચાર્જ સંભાળ્ય હતો.
રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જ ૭૦ જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ શહેરનાં નવા પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિકની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારે આજે શહેરનાં ૩૬ માં CP તરીકે જી.એસ.મલિકે ચાર્જ સંભાળ્યો હતો. કમિશ્નર કચેરી ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે શહેરનાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જી.એસ.મલિક ૧૯૯૩ ની બેચનાં આઈપીએસ અધિકારી છે. તેમજ ૮ જાન્યુઆરી ૧૯૯૪ નાં રોજ આઈપીએસ તરીકે તેમની નિમણૂંક કરાઈ હતી.
અમદાવાદનાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ એપ્રિલ મહિનામાં નિવૃત થયા હતા. જે બાદ રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા અમદાવાદનાં ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા તરીકે પ્રેમવીરસિંહની નિમણૂંક કરવામાં આવી હતી. અમદાવાદનાં પોલીસ કમિશ્નર તરીકે અનેક આઈપીએસ અધિકારીઓનાં નામ ચર્ચામાં હતા. થોડા સમય પહેલા જ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી આઈપીએસની બદલીઓમાં અમદાવાદનાં પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિકની નિમણૂંક કરવામાં આવી હતી.