સરકારે ST બસના ભાડામાં વધારો કર્યો; લોકલ બસમાં પ્રતિ કિલોમીટર ૬૪ પૈસાની જગ્યાએ ૮૦ પૈસા કર્યા જ્યારે એક્સપ્રેસ બસમાં પ્રતિ કિલોમીટર ૬૮ પૈસાની જગ્યાએ ૮૫ પૈસા કર્યા છે.
રાજ્યમાં એસ ટી બસના ભાડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારે ST બસના ભાડામાં વધારો કર્યો છે. આપને જણાવીએ કે, ૧૦ વર્ષ બાદ સરકારે બસના ભાડામાં વધારો ઝીંકયો છે. પ્રતિકિલોમીટરના હિસાબે ભાડામાં વધારો કર્યો છે જેમાં લોકલ, એક્સપ્રેસ તેમજ એસી અને સ્લીપર સહિત તમામમાં વધારો કર્યો છે.
લોકલ બસમાં પ્રતિ કિલોમીટર ૬૪ પૈસાની જગ્યાએ ૮૦ પૈસા થયા છે. જ્યારે એક્સપ્રેસ બસમાં પ્રતિ કિલોમીટર ૬૮ પૈસાની જગ્યાએ ૮૫ પૈસા કરાયા છે અને નોન AC સ્લીપર કોચના પ્રતિકિલોમીટર ૬૨ ના ૭૭ પૈસા કરાયા છે.