પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પુનામા મેટ્રોના પ્રથમ ચરણના પૂર્ણ થયેલા બે રૂટનું ઉદધાટન કરશે. પ્રધાનમંત્રી મોદી નગરવિકાસ અને આવાસની વિવિધ પરિયોજનાનું પણ કરશે ઉદ્દઘાટન અને શીલાન્યાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પુનામાં મેટ્રોના પ્રથમ ચરણના પૂર્ણ થયેલા બે રૂટનું ઉદધાટન કરશે. આ રૂટ ફુગીવાડી સ્ટેશનથી સિવિલકોટ સ્ટેશન અને ગરવારે કોલેજ સ્ટેશનથી રુબીહાલ ક્લીનીક સ્ટેશન સુધીનો છે. પ્રધાનમંત્રીએ વર્ષ ૨૦૧૬ મા આ યોજનાનું ખાતમુર્હુત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત મકાનોનું શિલાન્યાસ કરશે. તેમજ તેમના લાભાર્થીઓને સુપ્રત કરશે. આ સાથે પ્રધાનમંત્રી કચરા પાવર પ્લાન્ટનું ઉદધાટન કરશે. આ પ્રોજેક્ટ ૩૦૦ કરોડમા તૈયાર થયો છે. જે વિજળીનું ઉત્પાદન કરવા માટે વાર્ષિક અઢી લાખ મેટ્રીક ટન કચરાનો ઉપયોગ કરશે. પ્રધાનમંત્રી પુનાના પોલીસ હેડક્વાર્ટરમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રીને પુનામા લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનીત કરવામા આવશે. લોકમાન્ય તિલકના વારસાનું સન્માન કરવા માટે ૧૯૮૩ મા તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કારની રચના કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આ પુરસ્કારના ૪૧મા પ્રાપ્તકર્તા બનશે.