આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ૩ આરોપીઓને રાજકોટથી ગુજરાત એ.ટી.એસ દબોચી લીધા છે, આરોપી પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે.
ગુજરાત એ.ટી.એસ ને રાજકોટમાં મોટી સફળતા હાથે લાગી છે. આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ૩ આરોપીઓને એ.ટી.એસ એ દબોચી લીધા છે. અત્રે જણાવીએ કે, આ ત્રણેય ગુનેગારો છેલ્લા ૬ મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા.
ત્રણ આરોપી ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર ફેલાવો કરવાનું કામ કરતા હતા અને અન્ય મુસ્લિમ કર્મચારીને રેડિક્લાઈઝ કરતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણેય આરોપી પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે. જે ત્રણયે આરોપીના નામ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે.
પાપ્ત વિગતો મુજબ મૂળ વેસ્ટ બંગાળના ત્રણેય અલકાયદાથી રેડિક્લાઈઝ થયા હતા.જે આરોપીઓ છેલ્લા ૬ મહિનાથી સોની બજારમાં કામ કરી અલકાયદાનો ફેલાવો કરતા હતા. તેમજ ઝડપાયેલ ૩ આરોપીઓ પાસેથી એ ટી એસે ૧ પીસ્તોલ અને ૧૦ કારતુસ કબ્જે કર્યા છે.
ગુજરાત એટીએસ ગુપ્ત રાહે તપાસ પણ કરી રહી હતી અને ચોક્કસ બાતમી મળતા ત્રણેયને પકડીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ હવાલાથી પણ કોઈ ટ્રાન્જેક્શન કર્યા હોવાની વિગત ગુજરાત એટીએસને મળી છે.