પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના પુણેમાં એક રોડ શો કર્યો હતો જેમાં તેમને એક ઝલક મેળવવા માટે લોકોએ રસ્તા કિનારે લાંબી-લાંબી લાઈનો લગાવી હતી.
પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા તો જાણીતી છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને જોવા ભીડ લગાવી દે છે. તેમના રોડ શોમાં પણ મોટી ભીડ જોવા મળતી હોય છે. વધુ એક વાર પીએમ મોદીની દિવાનગી જોવા મળી છે.
પ્રધાનમંત્રી મોદીની એક ઝલક મેળવવા માટે લોકોએ રસ્તા કિનારે લાંબી-લાંબી લાઈનો લગાવી દીધી હતી. જેવો પીએમ મોદીનો કાફલો આવ્યો કે તરત જ જ્યાં જગ્યા મળી ત્યાંથી લોકો તેમને જોવા લાગ્યાં હતા અને હાથ હલાવીને તેમનું અભિવાદન કરતા હતા. કેટલાક તો ધાબે ચઢી ગયા હતા. પીએમ મોદીને જોવા માટે નાના-મોટા, ઘરડા, જવાન બધાએ ભીડ કરી હતી.
વડાપ્રધાન મોદીને મંગળવારે પૂણેમાં તિલક મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે વિપક્ષી એકતાની કવાયત અને NCPમાં વિભાજનની વચ્ચે શરદ પવારે ચીફ ગેસ્ટ તરીકે પીએમ મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ એવોર્ડની રકમ નમામિ ગંગે યોજનાને આપવાની જાહેરાત કરી હતી.