રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓને લઇને અમદાવાદની સોની બજારમાં એલર્ટ

રાજકોટમાં સોની બજારમાંથી ત્રણ આતંકીઓ ઝડપાયા બાદ હવે અમદાવાદ સોની બજારનાં વેપારીઓ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે કારીગરોને નોકરી રાખતા પહેલા તેઓની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ તેને નોકરીએ રાખવામાં આવશે. તેમજ પોલીસને તમામ રીતે તપાસમાં અમે સહયોગ પણ આપવામાં આવશે.

રાજકોટની ઘટનાના અમદાવાદમાં પડઘા પડ્યા છે .રાજકોટની સોની બજારમાંથી ૩ આતંકીઓ ઝડપાયા બાદ અમદાવાદની સોની બજારના વેપારીઓ એલર્ટ થયા છે. અમદાવાદમાં સોની બજારનું એસોશિએશન સતર્ક થયું છે. એસોશિએશનના પ્રમુખે વાત કરતા જણાવ્યું હતું કે સોની બજારમાં બહારથી કામ કરવા આવનારનું રજીસ્ટેશન થશે. નવા કારીગરો કામ પર રાખતા પહેલા ફરજીયાત રજીસ્ટ્રેશન કરાશે. રાજકોટ  જેવી ઘટના ન બને તે માટે અમે પોલીસને મદદ કરીશું. ઉલ્લેખનીય છે કે અલકાયદાના આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયા સમગ્ર રાજ્યના સોનાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે સોની બજારના વેપારીઓ વધુ સતર્ક થયા છે અને પોલીસને જોઇતી મદદ કરવા તત્પર છે.

ઝડપાયેલા ત્રણેય આતંકીઓ મુદ્દે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં એટીએસનાં એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, આતંકીઓ અંગે એટીએસને માહિતી મળી હતી કે, પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં કામ કરે છે. તેમજ તેઓ અલકાયદા માટે પ્રચાર કરે છે. અને હથિયારની ખરીદી કરી હોવાની પણ બાતમી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સનાં આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ૩ આરોપીઓસ છેલ્લા ૬ મહિનાથી રાજકોટ ખાતે રહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *