પાકિસ્તાનમાં ચાલી રહેલા આર્થિક સંકટની વચ્ચે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ભારત સાથે વાતચીતની માંગ કરી છે. પીએમ શરીફે ભારતનો ઉલ્લેખ કરતાં મંગળવારે કહ્યું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી અને તે પોતાના પાડોશી દેશ સાથે વાત કરવા તૈયાર છે.
ઈસ્લામાબાદમાં પાકિસ્તાની ખનિજ શિખર સમ્મેલનને સંબોધિત કરતાં પીએમ શહબાઝે કહ્યું કે,’ અમને કોઈથી કંઈ જ ફરિયાદ નથી. અમને અમારું ધ્યાન રાખવું છે અને પોતાના દેશનું નિર્માણ કરવું છે અને અમારા પાડોશીનાં સાથનું પણ નિર્માણ કરવું છે. અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ. ‘
પાકિસ્તાની પીએમ એ હવે કોઈ યુદ્ધ ન લડવા તરફ ઈશારો કરતાં કહ્યું કે,’ યુદ્ધનો હવે કોઈ વિકલ્પ નથી. પાકિસ્તાન એક પરમાણુ શક્તિ છે. અને તે આક્રામક્તાનાં રૂપમાં નહીં પરંતુ રક્ષાનાં ઉદેશ્યો માટે છે. અમે છેલ્લાં ૭૫ વર્ષોમાં ૩ યુદ્ધો લડ્યાં છે જેનાથી ગરીબી, બેરોજગારી આવી અને સંસાધનોમાં ઘટાડો થયો છે.’
પીએમ શહબાઝે કહ્યું કે પરંતુ આપણું પાડોશી ( ભારત ) એ સમજે કે આપણે ત્યાં સુધી સામાન્ય નહીં થઈ શકીએ જ્યાં સુધી અસામાન્યતાઓને દૂર નથી કરવામાં આવતું અને ગંભીર મુદાઓને શાંતિપૂર્ણ અને સાર્થક ચર્ચાનાં માધ્યમથી સંબોધિત નથી કરવામાં આવતું.’