ભાવનગરમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી

ભાવનગરમાં માધવ હિલ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૨૦ જેટલા લોકોનું રેસક્યું કરાયું છે.

જૂનાગઢ બાદ ભાવનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાવનગર વાઘાવાડી રોડ પર આવેલા માધવ હિલ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. આ અંગેની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ અને ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. ફાયરની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૨૦ લોકોના રેસ્ક્યુ કરાયા છે. હજુ કેટલાક લોકો કાટમાળની નીચે દટાયા હોવાની આશંકા છે.

કાટમાળ હટાવવા માટે JCB મશીનની પણ મદદ લેવામાં આવી છે. તો ફાયરની ટીમની સાથે સ્થાનિકો પણ કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાયા છે. પોલીસ અને ૧૦૮ ની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગ ઘણા સમયથી જર્જરિત હતું. આ બિલ્ડિંગમાં પ્રથમ ત્રણ માળમાં ૨૦૦ થી વધુ દુકાનો આવેલી છે. જ્યારે બિલ્ડિંગના ૫ માળમાં રહેણાક ફ્લેટ આવેલા છે. અગાઉ આ જર્જરિત બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *