લોકસભામાં આજે દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પંડિત નહેરુએ પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો.
દિલ્હી સર્વિસ બિલ ૨૦૨૩ પર આજે લોકસભામાં ચર્ચા થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે આ ખરડા પર પોતાનો જવાબ આપતાં દરમિયાન કોંગ્રેસનાં વખાણ કર્યાં તો સીએમ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું. શાહે કહ્યું કે આ વટહુકમ સુપ્રીમ કોર્ટનાં આદેશનો ઉલ્લેખ કરે છે જે કહે છે કે સંસદને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીથી સંબંધિત કોઈપણ મુદા પર કાયદો બનાવવાનો અધિકાર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે…
દિલ્હીમાં આમ આદમી પાર્ટી ની સરકારથી પહેલાં કોંગ્રેસ અને ભાજપની પણ સરકાર રહી છે. એવું પણ થયું છે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ તો દિલ્હીની સત્તા પર ભાજપ હોય. અને કેન્દ્રમાં ભાજપ તો દિલ્હીમાં કોંગ્રેસનું શાસન હોય. તે સમયે પણ ક્યારેય દિલ્હીનાં અધિકારોને લઈને ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ઝઘડો થયો નથી. શાહે કહ્યું કે,પંડિત નહેરુએ પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો.
વર્ષ ૨૦૧૫ માં દિલ્હીમાં એક એવી પાર્ટી સત્તામાં આવી હતી જેનો હેતુ માત્ર લડવાનો હતો, સેવા કરવાનો નહીં. સમસ્યા ટ્રાંસફર પોસ્ટિંગ કરવાનો અધિકાર મેળવવાની નથી પરંતુ પોતાના બંગલા બનાવવા જેવા ભ્રષ્ટાચારને છૂપાવવા માટે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ પર કબજો કરવાનો છે.
મારી તમામ પક્ષને વિનંતી છે કે ચૂંટણી જીતવા માટે કોઈ પક્ષનું સમર્થન કે વિરોધ કરવું- આવી રાજનીતિ ન કરવી જોઈએ. નવું ગઠબંધન બનાવવાનાં અનેક પ્રકાર હોય છે. ખરડો અને કાયદો દેશની ભલાઈ માટે બનાવવામાં આવે છે તેથી તેનો વિરોધ કે સમર્થન દિલ્હીની ભલાઈને લઈને કરવું જોઈએ.