જ્ઞાનવાપી કેસમાં નવો વળાંક, બૌદ્ધ ધર્મ ગુરુએ SCમાં અરજી દાખલ કરતાં કહ્યું કે,’આ મંદિર કે મસ્જિદ નહીં પરંતુ બૌદ્ધ મઠ છે’
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનાં મામલે આજ અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપતાં ASIનાં સર્વેને પરવાનગી આપી દીધી છે. પરંતુ આ વિવાદએ વધુ એક વળાંક લીધો છે. હવે મુસ્લિમ અને હિંદુ સમાજ બાદ બૌદ્ધ ધર્મ ગુરુએ SCમાં દાવો કર્યો છે કે આ મંદિર કે મસ્જિદ નહીં પરંતુ તેમનું ‘મઠ’ છે.
બૌદ્ધ ધર્મ ગુરુએ SCમાં અરજી દાખલ કરતાં કહ્યું કે, ‘જ્ઞાનવાપી મંદિર કે મસ્જિદ નહીં પરંતુ બૌદ્ધ મઠ છે. બૌદ્ધ ધર્મ ગુરુ સુમિત રતન ભંત અનુસાર દેશમાં એવા મંદિરો છે જે બૌદ્ધ મઠોને તોડીને બનાવવામાં આવ્યાં છે. જ્ઞાનવાપીમાં મળી આવેલ ત્રિશૂલ અને સ્વસ્તિક ચિહ્ન બૌદ્ધ ધર્મનાં છે. કેદારનાથ કે જ્ઞાનવાપીમાં જેને જ્યોતિર્લિંગ કહેવાઈ રહ્યાં છે તે બૌદ્ધ ધર્મનાં સ્તૂપ છે. ‘
સુમિત રતન ભંતે દેશમાં બૌદ્ધ મઠોની શોધ ચાલુ કરી દીધી છે. તે બોલ્યાં કે અમે નવી તપાસ શરૂ કરી છે કે જેમાં જૈન અને બૌદ્ધ મઠોને તોડીને મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ બનાવવામાં આવ્યાં છે. તમામ મંદિરો અને મસ્જિદોને તેમનાં મૂળ સ્વરુપમાં આવવું જોઈએ. જ્યાં-જ્યાં બૌદ્ધ મઠથી તેમનું સ્વરૂપ બદલી દેવામાં આવ્યું છે ત્યાં તેમનું મૂળ સ્વરૂપ પાછું આવવું જોઈએ. સુમિત રતન બોલ્યાં કે બૌદ્ધ ધર્મ માનનારાંઓની સંખ્યા પણ આવું જ ઈચ્છે છે.
બૌદ્ધ ધર્મ ગુરુ અનુસાર ઈસ્લામ ૧૫૦૦ વર્ષો પહેલા આવ્યું અને હિંદુ ધર્મ ૧૨૦૦ વર્ષ પહેલાં આવ્યો છે. પરંતુ બૌદ્ધ ધર્મ અઢી હજાર વર્ષો પહેલાનો છે. દેશમાં પરસ્પર મતભેદની જે પરંપરા શરૂ થઈ છે તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે બૌદ્ધ મઠોનું સર્વે કરીને તેને બૌદ્ધ ધર્મને પાછું આપી દેવું જોઈએ. જો સાચો નિર્ણય કરાયો હોત તો ત્યાં બૌદ્ધ મઠ હોત.