માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટથી મળી રાહત

રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને ફટકારેલી સજા પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાહુલ ગાંધીને સુરત કોર્ટે ફટકારેલી 2 વર્ષની સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો છે. મહત્વનું છે કે, અગાઉ ગુજરાત હાઇકોર્ટે મોદી સરનેમ મામલે સુરત કોર્ટે ફટકારેલી સજા મામલે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે….

  • કેટલા નેતાઓ યાદ રાખશે કે તેઓ અગાઉની મિટીંગમાં શું બોલ્યા હતા?
  • સેશન્સ કોર્ટે મહત્તમ સજાનું કારણ સ્પષ્ટ કર્યું નથી
  • ૧ વર્ષ ૧૧ મહિનાની સજા પણ આપી શકાઈ હોત
  • ૨ વર્ષથી ઓછી સજા થાય તો મતવિસ્તારનું પ્રતિનિધિત્વ પણ જળવાઈ રહે
  • મતવિસ્તાર જનપ્રતિનિધિત્વ વગર રહે તે વિચારવાલાયક મુદ્દો
  • આ જે તે બેઠકના મતદારોના અધિકાર સાથે પણ જોડાયેલો મુદ્દો
  • હવે ભાષણ આપતી વખતે સાવધાની રાખજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *