પીએમ નરેન્દ્ર મોદીનાં બહેન બસંતીબેને ઉત્તરપ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથનાં બહેન સાથે ચાની દુકાને મુલાકાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં બહેન બસંતી બેન પોતાના પતિ હંસમુખભાઈ મોદીની સાથે પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરનાં દર્શન માટે પહોંચ્યાં હતી. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથનાં બહેન શશિ પયાલની સાથે ચાની દુકાન પર મુલાકાત કરી હતી.
બસંતી બેન અને તેમના પતિ હંસમુખભાઈ મોદીએ ભગવાન ભોલેનાથનાં દર્શન કર્યાં અને મહાદેવું જલાભિષેક પણ કર્યું. બસંતી બેને આ બાદ નીલકંઠ મંદિરથી થોડે દૂર આવેલ પાર્વતી મંદિરની પાસે સીએમ યોગીનાં બહેન શશિ પાયલ સાથે મુલાકાત કરી અને વિસ્તારથી વાતચીત પણ કરી હતી. બસંતી બહેને કહ્યું કે, ‘ભાઈ પીએમ નરેન્દ્ર મોદી બધું જ ત્યાગીને દેશને અને બીજા ભાઈ સીએમ યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશને સમર્પિત છે.’
ઋષિકેશ ભાજપ મહિલા મોર્ચા જિલ્લાધ્યક્ષ કવિતા શાહ આ યાત્રામાં બસંતી બહેનની સાથે જ રહી હતી. તેમણે જણાવ્યું કે પીએમ મોદીની બહેન સાથે વ્યતિત કરેલ દરેક પળ તેમને યાદગાર રહેશે. તેમણે કહ્યું કે બસંતી બેનની વિચારસરણી પણ દૂરગામી છે.
આ બાદ પ્રધાનમંત્રીની બહેન બ્રહ્મપુરી સ્થિત શ્રીરામ તપસ્થલી આશ્રમનાં મહામંડલેશ્વર સ્વામી દયારામ દાસ મહારાજને પણ મળ્યાં હતાં અને આશીર્વાદ લીધાં હતાં.