મુંબઈમાં થશે બે દિવસીય બેઠક, આ બેઠક ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે યોજાશે.
વિપક્ષી દળોના ગઠબંધન I.N.D.I.A ની આગામી બેઠક મુંબઈમાં યોજાશે. તેની સાથે જ એ પણ જાહેર કરાયું છે કે આ બેઠક ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે યોજાશે. અગાઉ બિહારના પટણા અને કર્ણાટકના બેંગ્લુરુમાં પણ બેઠકો યોજાઈ ચૂકી હતી.
મહાવિકાસ અઘાડી બેઠકની મેજબાની કરશે
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે અમે ચર્ચા કરી છે કે બેઠકનો યોગ્ય આયોજન કેવી રીતે કરવામાં આવે. મહાવિકાસ અઘાડી આ બેઠકની મેજબાની કરશે.