વિશ્વનું સૌથી ઊંચું ફેરિસ વ્હીલ બે વર્ષ પહેલાં ગગનચુંબી ઇમારતથી સજ્જ દુબઈમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું, પરંતુ ફેરિસ વ્હીલ લોન્ચ થયાના થોડા મહિનાઓ પછી રહસ્યમય રીતે ફરતું બંધ થઈ ગયું છે.
મળતી માહિતી પ્રમાણે આ ફેરિસ વ્હીલ હવે બંધ થઇ ગયુ છે અને તેના બંધ થવાનું કારણ કોઈને ખબર નથી. હાલમાં તેમાં માત્ર લાઈટો જ કામ કરી રહી છે. આ સંદર્ભમાં, એક સત્તાવાર વેબસાઇટ પર માત્ર એટલી જ માહિતી છે કે, ‘એન દુબઈ આગામી સૂચના સુધી બંધ રહેશે અને હાલ અમે આના રિપેરિંગના કામમાં ધ્યાન આપી રહ્યાં છે.
આ વ્હીલ પહેલા માત્ર એક મહિના માટે જ બંધ રહેવાનું હતું, પરંતુ હવે ફરીથી અનિશ્ચિત સમય બંધ કરવામાં આવ્યુ છે. આ વિશાળ ફેરિસ વ્હીલની આસપાસની રેસ્ટોરાં, દુકાનો અને કાફેના કર્મચારીઓને શંકા છે કે, આ વ્હીલ લાગતુ નથી કે, ફરી શરુ થાય.
ઘણા રેકોર્ડ બ્રેકિંગ લેંડમાર્કથી ભરેલું, દુબઈ શહેર ‘AIN દુબઈ’ ૨૫૦ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. દુબઈ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ વ્હીલના દરેક લેગની લંબાઈ લંડનની ૧૫ બસ બરાબર છે. તેમાં ૪૮ એર કન્ડિશન્ડ કેબિન છે. જેની ટિકિટની કિંમત $ ૨૭ થી $ ૧૨૮૦ સુધીની છે. બંધ થતા પહેલા ૩૮ મિનિટ સુધી રાઈડનો આનંદ માણનારા મોહમ્મદે કહ્યું કે, ઉપરથી જોવાનો નજારો ઘણો આકર્ષક છે, પરંતુ તે ખૂબ જ ધીમો છે.