અમિત ચાવડા જણાવ્યું કે, જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ દરિયાકાંઠેથી પકાડયું છે તે રીતે કઈ શકાય છે કે, ત્યાં અત્યાર સુધી વિદેશથી લેન્ડિગ થતું હતું અને જેવો ખ્યાલ સમગ્ર દેશ અને દુનિયાને આવ્યો હતો.
નકલી સિરપ અને ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, નશાનો વેપાર રાજ્યમાં ડબલ ગતિએ ચાલી રહ્યો છે. ૪૦,૦૦૦ કરોડથી વધુનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે તેમજ સાણંદ ફાર્મા ફેક્ટરીમાંથી ડ્રગ્સ કન્ટેનર નિકાસ કરવાની વાત હતી પરંતુ NCB ની તપાસમાં કન્ટેનર એક્સપોર્ટ કરવાનું હોવાની વાત સામે આવી છે.
ફેક્ટરી અને ડાયરેક્ટરને ઝડપી કોર્ટમાં રજૂ કરવામાં આવે અને NCB ની કાર્યવાહી છતા સરકાર કેમ ચૂપ છે. હપ્તાખોરી અને મિલીભગતથી ઉડતા ગુજરાત બની રહ્યુ છે. અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં જે રીતે નશાનો વ્યપાર ડબલ ગતિથી વધી રહ્યો છે. તેના કારણે ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી છે.
જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ દરિયાકાંઠેથી પકાડયું છે તે રીતે કઈ શકાય છે કે, ત્યાં અત્યાર સુધી વિદેશથી લેન્ડિગ થતું હતું અને જેવો ખ્યાલ સમગ્ર દેશ અને દુનિયાને આવ્યો હતો. જેનાથી આગળ વધી હવે ગુજરાત લેન્ડિગ હબથી પ્રોસેસિંગ હબ બનવા જઈ રહ્યો છે. સાથે સાથે જે હકિકતો આવી રહી તેમજ જે આંકડા જોતા ગુજરાત ડ્રગ્સનો એક્સપોર્ટ માટેનું હબ પણ બને તે દિશામાં આગળ વધી રહ્યો છે. પહેલાં માત્ર દારૂનું દૂષણ હતું અને હવે ડ્રગ્સનું દૂષણ વધ્યું છે. હપ્તાખોરી, મિલિભગતના કારણે આજે રાજ્ય ઉડતા ગુજરાત બની ગયું તેમ પણ અમિત ચાવડા કહ્યું હતું.