દિલ્હી સર્વિસ બિલની તરફેણમાં ૧૩૧ વોટ પડ્યા તો વિરુદ્ધમાં ૧૦૨ વોટ પડ્યા

સોમવારે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ રજૂ કરવામાં આવ્યું હતું જેને રાજ્યસભામાં મતદાન બાદ મંજૂર કરવામાં આવ્યો હતો. બિલ પાસ થવું એ આમ આદમી પાર્ટી અને વિપક્ષી ગઠબંધન માટે આંચકો છે.

રાજ્યસભામાં સોમવારે આખો દિવસ દિલ્હી સર્વિસ બિલ પર હોબાળો થયો હતો. ગુરુવારે લોકસભામાં પસાર થયા બાદ આ બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેને રાજ્યસભામાં મતદાન બાદ મંજૂર કરવામાં આવ્યો હતો. આ બિલની તરફેણમાં ૧૩૧ વોટ પડ્યા જ્યારે વિરુદ્ધમાં ૧૦૨ વોટ પડ્યા. જણાવી દઈએ કે આ બિલ દિલ્હીમાં ગ્રુપ – A અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે એક ઓથોરિટીની રચના માટે લાગુ વટહુકમનું સ્થાન લેશે.

બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળવાની બાકી છે અને આ પછી તે કાયદો બની જશે. ગઈકાલે આખો દિવસ સંસદથી લઈને બહાર સુધી વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે હોબાળો થયો હતો. બિલ પાસ થવું એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ વિપક્ષી ગઠબંધન માટે આંચકો છે.

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસને લોકશાહી પર બોલવાનો અધિકાર નથી.  આમ આદમી પાર્ટી ના ખોળામાં બેઠેલી કોંગ્રેસ આ બિલ પહેલા લાવી હતી. સાથે એમ પણ કહ્યું કે બિલ પીએમને બચાવવા માટે નથી. ઘણી વખત કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને પછી દિલ્હીમાં ભાજપની સરકાર હતી. ઘણી વખત કેન્દ્રમાં ભાજપ અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, તે સમયે ટ્રાન્સફર પોસ્ટિંગને લઈને ક્યારેય કોઈ વિવાદ થયો ન હતો. તે સમયે આ સિસ્ટમ દ્વારા નિર્ણયો લેવાતા હતા અને કોઈપણ મુખ્યમંત્રીને કોઈ સમસ્યા ન હતી.

અરવિંદ કેજરીવાલ…

બિલ પાસ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે આ સત્તા કેન્દ્રને લોકોની સેવા કરવા માટે આપવામાં આવી છે. અમિત શાહ દિલ્હીમાં ઘરે-ઘરે પેમ્ફલેટ વહેંચી રહ્યા હતા, જ્યારે દિલ્હીની જનતાએ તેમને નકારી દીધા ત્યારે એમને દિલ્હીની જનતા પર અત્યાચાર શરૂ કર્યો.

રાઘવ ચઢ્ઢા….

આમ આદમી પાર્ટી ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ બિલ ‘રાજકીય છેતરપિંડી, બંધારણીય પાપ છે અને વહીવટી ગતિરોધ તરફ દોરી જશે. ભાજપ લગભગ ૪૦ વર્ષથી દિલ્હીને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યું છે. ભાજપે દિલ્હીને સંપૂર્ણ રાજ્ય બનાવવા માટે અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી જેવા નેતાઓની ૪૦ વર્ષની મહેનત વેડફી નાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *