પાકિસ્તાનના બલૂચિસ્તાનના પંજગુર જિલ્લામાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં બાલગાતર યુનિયન કાઉન્સિલના અધ્યક્ષ ઈશ્તિયાક યાકુબ સહિત ૭ લોકોના મૃત્યુ
પાકિસ્તાનમાંથી અવાર-નવાર બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આજે પાકિસ્તાનના બલૂચિસ્તાનના પંજગુર જિલ્લામાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા યુનિયન કાઉન્સિલના અધ્યક્ષ ઈશ્તિયાક યાકુબ અને અન્ય લોકોના વાહનને આંતકવાદીઓએ નિશાનો બનાવ્યો હતો. જ્યાં, રિમોટ દ્વારા લેન્ડમાઈન બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ગાડીમાં સવાર ૭ લોકોના મૃત્યુ થયા હતા. પંચગુરના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા પ્રમાણે, મૃતકો બાલતાગર અને પંજગુરના રહેવાસી હતા, જેઓ એક લગ્ન સમારોહમાંથી પોતાના ઘરે પરત આવી રહ્યા હતા.