શનિવારે ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલ અને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
પાકિસ્તાન ચૂંટણી પંચે, તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. ઈસ્લામાબાદની એક નીચલી અદાલતે શનિવારે ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલ અને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી.
ઈમરાન ખાન પર રાજ્યના વડાઓ પાસેથી મળેલી ભેટો વેચી દેવાનો આરોપ છે અદાલતે તેમને મોંઘી ભેટો વેચી કરોડોનો ભ્રષ્ટાચાર કરવા દોષિત ઠેરવ્યા હતા. આ પહેલા ઈમરાન ખાને નીચલી કોર્ટના નિર્ણય સામે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. બે સભ્યોની પીઠ આજે ઈમરાનની અરજી પર સુનાવણી કરશે.