આજે વિશ્વ સિંહ દિવસ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સિંહ સંરક્ષણ અને સંવર્ધન’ અંગે સંબોધન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સેટકોમ મારફતે ‘સિંહ સંરક્ષણ અને સંવર્ધન’ અંગે સંબોધન કરશે.

આજે વિશ્વ સિંહ દિવસ છે. જે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સેટકોમ મારફતે ‘સિંહ સંરક્ષણ અને સંવર્ધન’ અંગે સંબોધન કરશે. ‘વંદે ગુજરાત ચેનલ’ નંબર-૧ પર બપોરે ૦૧:૦૦ વાગ્યે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા ‘લાયન એન્થમ’ તેમજ “સિંહ સૂચના વેબ એપ”નો સુભારંભ કરાશે અને ગીરના સિંહ અંગેની કોફી ટેબલ બુક “The King of the jungle-The Asiatic Lions of Gir” અને “હું ગીરનો સિંહ” પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોક ભાગીદારી વધે તે હેતુથી આ દિવસની ઊજવણી કરવામાં આવે છે.

આ વર્ષે ફીઝીકલ અને વર્ચુઅલ રૂપે વિશ્વ સિંહ દિવસની ઊજવણી થશે. જેમાં, ફીઝીકલ ઊજવણીમાં સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લા – જૂનાગઢ, અમરેલી, ગિર સોમનાથ, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબીની આઠ હજારથી વધુ શાળા કોલેજો ભાગ લેશે. એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારના ૧૦ જિલ્લાના ૭૪ તાલુકાની આશરે સાત હજારથી વધુ શાળા-કોલેજોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે તેમજ સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે ઉજવણી કરાશે.

વિશ્વ સિંહ દિવસની ઊજવણી બાદ શાળાના પટાંગણમાંથી નિયત કરવામાં આવેલ રૂટ પર સિંહોના મહોરા પહેરી અને બેનર લઇ સાથોસાથ સિંહ સંરક્ષણ અને સંવર્ધનને લગતા નારાઓ બોલવા સાથે મહારેલી કાઢશે. રેલી પૂર્ણ કરી શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક એકત્ર લોકો દ્વારા સિંહ પર વક્તવ્ય આપવામાં આવશે અને એશિયાઇ સિંહના સંરક્ષણ માટે સંકલ્પ-પ્રતિજ્ઞા લઈને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *