અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનાં ત્રીજા દિવસે સદનમાં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યાં. કહ્યું વિપક્ષ પાસે “સિકરેટ વરદાન” છે.
અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનાં તૃતિય દિવસે પીએમ મોદીએ સદનમાં વિપક્ષ પર નિશાન સાધ્યું. રમૂજી રીતે પીએમ મોદીએ વિપક્ષને મળેલા સિકરેટ વરદાનની વાત કરીને દેશનાં વિકાસની વાત સદનમાં રાખી. તેમણે કહ્યું કે,’ વિપક્ષને એક સિકરેટ વરદાન મળ્યું છે. વરદાન એ છે કે આ લોકો ( વિપક્ષ ) જેનું પણ ખરાબ ઈચ્છે છે તેનું ભલું જ થાય છે.’ આ બાદ પોતાના તરફ ઈશારો કરતાં પીએમ મોદી બોલ્યાં કે,’ એક ઉદાહરણ તો તમારી સામે જ છે. ૨૦ વર્ષ થઈ ગયાં, શું-શું નથી થયું, પરંતુ ભલાઈ તો ચાલતી જ રહી. ‘
(૧). પબ્લિક બેન્કિંગ સેક્ટર
પીએમ મોદી વિપક્ષ પર પ્રહાર કરતાં બોલ્યાં કે, ‘કોણે કહ્યું હતું કે બેન્કિંગ સેક્ટર ડૂબી જશે, નષ્ટ થઈ જશે. મોટા-મોટા વિદ્વાનોને વિદેશથી લઈ આવતાં હતાં અને તેમના પાસેથી બોલાવડવાતાં હતાં. આપણી બેંકોને લઈને વિવિધ પ્રકારની નિરાશાઓ અને અફવાઓ ફેલાવાનું કામ તેમણે (વિપક્ષે) કર્યું. પરંતુ જ્યારે તેમણે બેંકોનું ખરાબ ઈચ્છીયું ત્યારે થયું શું? આપણી પબ્લિક સેક્ટરની બેંકોએ ૨ ગણો વધારે નેટ પ્રોફીટ મેળવ્યો.’
(૨). HAL
સદનમાં પીએમ મોદી બોલ્યાં કે,’આપણાં ડિફેન્સની હેલિકોપ્ટર બનાવતી કંપની HALને લઈને કેટલી ખરાબ વાતો વિપક્ષે કરી હતી. વૈશ્વિક સ્તરે નુક્સાન થાય તેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. HAL તબાહ થઈ ગયું છે, ભારતની ડિફેન્સ ઈંડસ્ટ્રી નષ્ટ થઈ ગઈ છે – આવી અનેક વાતો બોલવામાં આવી હતી. તે સમયે HALનાં મજૂરોને પણ ભડકાવામાં આવ્યું કે HAL ડૂબી રહ્યું છે તમારા બાળકો ભૂખ્યાં મરશે. પરંતુ આજે HAL સફળતાનાં નવા શીખરો સર કરી રહ્યું છે. HALએ અત્યાર સુધીનો હાઈએસ્ટ રેવેન્યુ રજિસ્ટર કરેલ છે. આજે HAL દેશની આન,બાન અને શાન બન્યુ છે.’
(૩). LIC
ત્રીજું ઉદાહરણ આપતાં પીએમ મોદી બોલ્યાં કે,’ LIC ડૂબી રહ્યું છે, ગરીબોનાં પૈસા ડૂબી રહ્યાં છે વગેરે વાતો કરવામાં આવી હતી. પરંતુ આજે LIC સતત મજબૂત બની રહી છે. શેરમાર્કેટમાં રૂચિ રાખતા લોકો માટે આ ગુરુમંત્ર છે કે જે સરકારી કંપનીઓનાં વિશે ખરાબ બોલવામાં આવે તેમાં તમારે દાવ લગાડી દેવો. સારું જ થશે.આ લોકો ( વિપક્ષ ) દેશની જે સંસ્થાનાં મૃત્યુની ઘોષણા કરે છે તે સંસ્થાઓનું ભાગ્ય ચમકી ઊઠે છે. જે રીતે આ લોકો દેશ અને લોકતંત્રને દોષ આપતાં રહે છે મને વિશ્વાસ છે કે દેશ અને લોકતંત્ર વધુ મજબૂત બનશે અને અમે પણ મજબૂત બનશું.’