સુપ્રીમ કોર્ટ: ૩૭૦ ક્યારેય રદ કરી શકાય નહીં

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ પૂર્ણ થઈ ગયું.

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે પાંચમા દિવસે કલમ ૩૭૦ પર સુનાવણી થઈ હતી. જેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ પૂર્ણ થઈ ગયું છે. કાશ્મીરને કોઈપણ શરત વિના ભારતમાં વિલીન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મર્જર સંપૂર્ણ હતું. પરંતુ એ કહેવું મુશ્કેલ છે કે, અનુચ્છેદ ૩૭૦ ક્યારેય રદ કરી શકાય નહીં.

આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર બાર એસોસિએશન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઝફર અહેમદ શાહે કલમ ૩૭૦ લાગુ થયા પહેલા બનેલી ઘટનાઓ વિશે જણાવ્યું. કોર્ટે કહ્યું કે, અનુમાન લગાવી શકાય નહીં કે અનુચ્છેદ ૩૭૦ પછી ભારતીય બંધારણ જમ્મુ અને કાશ્મીરમાં સાર્વભૌમત્વના કેટલાક તત્વને જાળવી રાખે છે. જમ્મુ અને કાશ્મીરની સાર્વભૌમત્વ સંપૂર્ણપણે ભારતને સોંપવામાં આવી હતી.

અનુચ્છેદ ૩૭૦ (૧)(d) સૂચિ હેઠળ કાયદા બનાવવાની સત્તા વિશે વાત કરતું નથી. તે સંમતિ આપવાની રાજ્યની શક્તિ વિશે છે. બંધારણીય રીતે કહીએ તો રાષ્ટ્રપતિ અથવા સંસદને રાજ્યની સંમતિ વિના કોઈ સત્તા નથી. આના પર ન્યાયાધીશ સંજય કિશન કૌલે કહ્યું કે, ૩૭૦ (૩) એક એવી સ્થિતિની કલ્પના કરે છે જ્યાં ૩૭૦ ને ડિ-ઓપરેશનલાઇઝ કરી શકાય. પરંતુ તે ક્યારેય રદ કરી શકાતું નથી તે કહેવું અત્યંત મુશ્કેલ છે.ધારો કે રાજ્ય કહે છે કે, અમે તમામ જોગવાઈઓ અમલમાં મૂકવા માંગીએ છીએ તો પછી આપણે ક્યાં જઈએ? તેથી આ પ્રશ્ન ખરેખર કાનૂની પ્રક્રિયા અને અસર વિશે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનું ભારત સાથે કોઈ શરતી એકીકરણ નથી. આ એકીકરણ દરેક રીતે પૂર્ણ હતું. એ કહેવું મુશ્કેલ છે કે, કલમ ૩૭૦ ક્યારેય રદ કરી શકાય નહીં. સુનાવણી દરમિયાન CJI DY ચંદ્રચુડે કહ્યું કે, ભારત સાથે જમ્મુ અને કાશ્મીરની સાર્વભૌમત્વની કોઈ શરતી શરણાગતિ નથી. શું કલમ 248ના ઉપયોગ દ્વારા ભારતની સાર્વભૌમત્વની સ્પષ્ટ સ્વીકૃતિ નથી? પાંચ જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે, સંસદની સત્તા પર લાદવામાં આવેલી મર્યાદાઓ સાર્વભૌમત્વને અસર કરતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *