યુએસ પ્રમુખ જો બિડેને ચીનની સૈન્ય ક્ષમતાઓને વધારતા મુખ્ય ટેક્નોલોજી ઉદ્યોગોમાં યુએસ રોકાણને પ્રતિબંધિત કરતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે.
પ્રમુખ બિડેને જોખમી ઉત્પાદનો અને સંવેદનશીલ ટેક્નોલોજીથી સંબંધિત લશ્કરી, ગુપ્ત માહિતી, દેખરેખ અને સાયબર-આધારિત ક્ષમતાઓ ધરાવતા દેશોના વધતા જોખમને સંબોધવા માટે રાષ્ટ્રીય કટોકટી ઠરાવની જાહેરાત કરી. આ આદેશ વેન્ચર કેપિટલ અને પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓને સેમિકન્ડક્ટર અને અન્ય માઈક્રોઈલેક્ટ્રોનિક્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટર્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એપ્લીકેશન્સ બનાવતી ચીની એન્ટરપ્રાઈઝમાં નાણાંનું રોકાણ કરવા પર પ્રતિબંધ મૂકશે. વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.