અમદાવાદના બાવળા-બગોદરા પાસે ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માત, ૧૦ વ્યક્તિના ઘટના સ્થળે મોત, ૧૦ વ્યક્તિને ઇજા
અમદાવાદના બાવળા -બગોદરા નજીક ભયાનક અકસ્માતમાં ૧૦ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૦ વ્યક્તિના મોત થયા છે તો ૧૦ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.