આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેની સાથે આમ આદમી પાર્ટીના અન્ય સાંસદ સંજય સિંહનું સસ્પેન્શન પણ લંબાવવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી વિશેષાધિકાર સમિતિનો તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેઓ ગૃહમાંથી સસ્પેન્ડ રહેશે. રાઘવ ચઢ્ઢા પર ઘણા સાંસદોએ નકલી સહી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય આમ આદમી પાર્ટી ના અન્ય સાંસદ સંજય સિંહનું સસ્પેન્શન પણ લંબાવવામાં આવ્યું છે. વિશેષાધિકાર સમિતિના નિર્ણય સુધી સંજય રાજ્યસભાની કાર્યવાહીમાં પણ ભાગ લઈ શકશે નહીં.
રાઘવ પર ગેરવર્તનનો આરોપ છે. હવે વાત એમ છે કે રાઘવે એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેના આધારે ચઢ્ઢાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે જ્યારે મામલો પ્રિવિલેજ કમિટી પાસે હોય ત્યારે મીડિયામાં પોતાનો બચાવ કરવો એ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.