શિમલામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન

શિવ મંદિર ભૂસ્ખલનની ઝપેટમાં આવી જતાં સોમવારે પૂજા કરવા આવેલા લગભગ ૫૦ લોકો કાટમાળ નીચે દટાયા, શ્રદ્ધાળુઓને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન.

હિમાચલ પ્રદેશના શિમલામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારે વરસાદને કારણે અહીં ભૂસ્ખલન થયું હતું. શિવ મંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતી. આવી સ્થિતિમાં શ્રાવણ સોમવારે પૂજા કરવા આવેલા લગભગ ૫૦ લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધી ૯ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય શ્રદ્ધાળુઓને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ ઘટના શિમલાના સમરહિલ વિસ્તારમાં બની હતી. અહીં શિવ મંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું. જેના કારણે લગભગ ૫૦ લોકો કાટમાળ નીચે દટાયા હતા. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ અત્યાર સુધી ૯ મૃતદેહો મળી આવ્યા તો અન્યોને શોધવાની કવાયત શરૂ કરાઇ છે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આકાશમાંથી વરસાદ પડી રહ્યો છે. બંને પહાડી રાજ્યોમાં કુદરતી કહેર તૂટ્યો છે. ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. બંને રાજ્યોમાં એલર્ટ છે. જ્યાં મંડીમાં બિયાસ નદીમાં ઉછાળો છે. તો અલકનંદાના મોજા પૌરી ગડવાલમાં ડરાવે છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે. જેના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે શાળા-કોલેજો બંધ કરી દીધી છે. હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીએ આજે ​​એટલે કે ૧૪ મી ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત પરીક્ષાઓ મુલતવી રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *