રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરશે. તેમનું સંબોધન આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે સાત વાગ્યાથી પ્રસારિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિનું સંબોધન દૂરદર્શનની બધી ચેનલો પરથી હિન્દીમાં અને તે પછી અંગ્રેજીમાં પ્રસારણ કરવામાં આવશે.
દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારણ પછી દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો પર પણ પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધનનું પ્રસારણ કરાશે. આકાશવાણી પરથી પણ સંબંધિત પ્રાદેશિક નેટવર્ક પર રાત્રે ૦૯:૩૦ વાગ્યે પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રપતિના સંબોધનને પ્રસારિત કરવામાં આવશે.