દેશમાં ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

૭૭ માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દિલ્હીના લાલકિલ્લા ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કર્યું હતું. આ સમયે સેનાના બે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૭૭ માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે સૌ પ્રથમ યુમુના કિનારે આવેલ રાજધાટ ગયા હતાં. તેમણે પૂ. બાપુના સમાધિસ્થળે જઇને બાપુને પ્રણામ કરીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભૂમિદળના વડપણ હેઠળ ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યું હતું.

૭૭ માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દિલ્હીના લાલકિલ્લા ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું હતું. ‘તેમણે આઝાદીના પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવતા કહ્યું હતું, કે પૂજ્ય બાપુના નેતૃત્વમાં અસહયોગનું આંદોલન, સત્યાગ્રહની ચળવળ, અને ભગતસિંહ જેવા અનેક વીરોએ બલિદાન આપ્યું છે. તેઓને આદરપૂર્વક નમન કરૂ છું.’ આ અવસરે તેમણે મહાનક્રાંતિકારી તેમજ આધ્યાત્મ જીવનના ઋષિતુલ્ય જીવન જીવનાર શ્રી અરવિંદો, તેમજ સ્વામી દયાનંદ સરસ્વતીની ૧૫૦ મી જયંતી નિમિત્તે, તેમને યાદ કર્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશ આવા વીરોની યાદમાં, ઊજવણી કરનાર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘દેશ અમૃતકાળના પ્રથમ વર્ષની ઉજવણી કરી રહ્યું છે.’ તેમણે આ અવસરે ડેમોક્રેસી,, ડેમોગ્રાફી અને ડાયવર્સિટીની વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘આપણા દેશમાં ૩૦ વર્ષ કરતા ઓછી ઉમરના યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. આપણો દેશ જી-૨૦ ની અધ્યક્ષતા કરી રહ્યો છે.’ તેમણે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર મજૂરો તેમજ ખેડૂતોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ ત્રણ વર્ષ પહેલાની સ્થિતિને યાદ કરતા કહ્યું હતું કે, ‘કોરોનાકાળમા ભારતે માનવતાને કેન્દ્રમા રાખીને વિકાસના કાર્યો કર્યા હતાં. આજે ભારતમાં નેશન ફર્સ્ ના ધ્યેય સાથે ચાલનાર સરકાર છે. સરકાર દ્વારા જે રિફોર્મ કરવામાં આવ્યું છે, તેનું બ્યુરોક્રસીએ ઉત્કૃષ્ઠ રીતે પર્ફોર્મમાં મુક્યું અને લોકોએ આ થકી ટ્રાન્સફોર્મ કર્યું. જેથી દેશમાં આજે યોગ્ય વિકાસ થઈ રહ્યો છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *