મુખ્યમંત્રીએ ધ્વજવંદન કરી આઝાદીના સંગ્રામમાં દેશ માટે શહીદ વીરોને યાદ કર્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વતંત્ર્ય પર્વ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વલસાડ ખાતે રાજ્યકક્ષાના ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી કરવામાં આવી હતી.
આ અવસરે મુખ્યમંત્રીએ ધ્વજવંદન કરી આઝાદીના સંગ્રામમાં દેશ માટે શહીદ વીરોને યાદ કર્યા હતા. મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પહેલાથી જ ૪-જી તો હતું જ હવે ગુજરાત ૫-જી તરફ આગળ વધુ રહ્યુ છે અને આ પાંચમો જી એટલે ગ્રીન ગુજરાત.
દેશ આજે રાષ્ટ્ર ગૌરવની ભાવના સાથે ૭૭ મા સ્વાતંત્ર્ય દિવસની ઊજવણી કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કર્યું હતું. આ સમયે સેનાના બે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘ભારતનું સામર્થ્ય અને સંભાવનાઓ વિશ્વાસની નવી ઉંચાઈઓ સર કરશે. મને યુવા શક્તિ પર ભરોસો.. આપણી યુવા શક્તિ માત્ર ભારત જ નહીં પણ આખી દુનિયાની જરૂરિયાતો પૂરીં કરવામાં સક્ષમ. આપણે જે નિર્ણય લઈશું તે આગામી ૧,૦૦૦ વર્ષ સુધી આપણું ભાગ્ય બદલશે.’