આગામી સમયમાં ૫ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર, પાંચેય રાજ્યોમાં સંગઠનને મજબૂત કરવા ભાજપ ગુજરાતના ધારાસભ્યોને મેદાનમાં ઉતારશે.
ભારતમાં વર્ષ ૨૦૨૩ માં અત્યાર સુધીમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ચૂકી છે. હજુ પાંચ રાજ્યોમાં (મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ) વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સાથે આગામી વર્ષે ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની સાથે ૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ ખૂબ મહત્વની છે. આ અંગે તૈયારીઓ અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી આ પાંચ રાજ્યોમાં જમીન લેવલે સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાતના ધારાસભ્યોને મેદાનમાં ઉતારશે. દરેક ધારાસભ્યને જે તે બેઠક પર જઈ કામગીરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.