રાજસ્થાન માં ચૂંટણી અભિયાન અને મેનિફેસ્ટો કમિટીમાં ન આપ્યું સ્થાન, રાજકારણ ગરમ
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના મોટા ચહેરામાં સામેલ વસુંધરા રાજે સિંધિયાને પાર્ટીએ મોટો આંચકો આપ્યો છે. ભાજપની ચૂંટણી સમિતિ અને ચૂંટણી ઢંઢેરા (મેનિફેસ્ટો) સમિતિમાં વસુંધરા રાજેનું નામ જ સામેલ નથી કરાયું. આ અહેવાલ આવ્યા બાદથી એવી અટકળો વહેતી થઈ છે કે ભાજપમાં પણ બધું ઠીક નથી ચાલી રહ્યું છે.
વસુંધરા રાજેથી કિનારો કરવો પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાનું મોટું પગલું મનાઈ રહ્યું છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા જારી કરવામાં આવેલી ‘રાજ્ય ચૂંટણી મેનેજમેન્ટ સમિતિ’ ના સંયોજક નારાયણ પંચારિયાને બનાવાયા છે. પંચારિયા રાજ્ય સ્તરના ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ પણ છે.