સોનાની પ્રતિ ૧૦ ગ્રામ કિંમત ૧૬૬ રૂપિયા ઘટીને ૫૮,૫૧૫ રૂપિયાએ પહોંચી, ચાંદીની પ્રતિ કિલો કિંમત ૨૨૨ રૂપિયા વધીને ૬૯,૯૪૪ રૂપિયાએ પહોંચી.
હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે, ત્યારે સસ્તામાં સોનું ખરીદવાની તક આવી ગઈ છે. આજે સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીની કિંમતમાં વધારો થયો છે. ગુરુવારે ફોરવર્ડ ટ્રેડિંગમાં સોનાની પ્રતિ ૧૦ ગ્રામ કિંમત ૧૬૬ રૂપિયા ઘટીને ૫૮,૫૧૫ રૂપિયાએ પહોંચી છે, જ્યારે ચાંદીની પ્રતિ કિલો કિંમત ૨૨૨ રૂપિયા વધીને ૬૯,૯૪૪ રૂપિયાએ પહોંચી છે.
ફોરવર્ડ ટ્રેડિંગમાં સોનાની પ્રતિ ૧૦ ગ્રામ કિંમત ૧૬૬ રૂપિયા ઘટીને ૫૮,૫૧૫ રૂપિયે પહોંચી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબર ડિલીવરીવાળા સોનાની કોન્ટ્રાક્ટ કિંમત પ્રતિ ૧૦ ગ્રામ ૧૬૬ રૂપિયા અથવા ૦.૨૮ % ના ઘટાડા સાથે ૫૮,૫૧૫ રૂપિયે પહોંચી છે, જેમાં ૧૩,૫૩૭ લોટનો કારોબાર નોંધાયો છે. જ્યારે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં સોનું ૦.૧૨ % ઘટાડા સાથે ૧૯૨૬ ડોલર પ્રતિ ઔશ પર ટ્રેડ કરી રહ્યું હતું.
ચાંદીની પ્રતિ કિલોગ્રામ કિંમત ૨૨૨ વધીને ૬૯,૯૪૪ રૂપિયે પહોંચી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સપ્ટેન્બર ડિલીવરી માટે ચાંદી કોન્ટ્રાક્ટ ૨૨૨ રૂપિયા અથવા ૦.૩૨ % વધી ૬૯,૯૪૪ રૂપિયે પહોંચી ગઈ છે, જેમાં ૧૬,૭૭૯ લોટનો કારોબાર નોંધાયો છે. વૈશ્વક સ્તરે ન્યૂયોર્કમાં ચાંદી ૦.૭૦ % વધીને ૨૩.૦૨ ડોલર પ્રતિ ઔંશ પર ટ્રેડ કરી રહી હતી.
- ચેન્નાઈ – ૨૪ કેરેટ રૂ ૫૯,૫૨૦….. ૨૨ કેરેટ રૂ ૫૪,૫૬૦
- દિલ્હી – ૨૪ કેરેટ રૂ ૫૯,૧૭૦….. ૨૨ કેરેટ રૂ ૫૪,૨૫૦
- જયપુર – ૨૪ કેરેટ રૂ ૫૯,૧૭૦….. ૨૨ કેરેટ રૂ ૫૪,૨૫૦
- લખનૌ – ૨૪ કેરેટ રૂ ૫૯,૧૭૦….. ૨૨ કેરેટ રૂ ૫૪,૨૫૦
- અમદાવાદ – ૨૪ કેરેટ રૂ. ૫૯,૦૭૦….. ૨૨ કેરેટ રૂ ૫૪,૧૫૦
- પટના – ૨૪ કેરેટ રૂ ૫૯,૦૭૦….. ૨૨ કેરેટ રૂ ૫૪,૧૫૦
- મુંબઈ – ૨૪ કેરેટ રૂ ૫૯,૦૨૦….. ૨૨ કેરેટ રૂ ૫૪,૧૦૦
- કોલકાતા – ૨૪ કેરેટ રૂ ૫૯,૦૨૦….. ૨૨ કેરેટ રૂ ૫૪,૧૦૦
- બેંગલુરુ – ૨૪ કેરેટ રૂ ૫૯,૦૨૦….. ૨૨ કેરેટ રૂ ૫૪,૧૦૦
- પુણે – ૨૪ કેરેટ રૂ ૫૯,૦૨૦….. ૨૨ કેરેટ રૂ ૫૪,૧૦૦