પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર

ગુજરાતમાં પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર, અધિક પોલીસ મહાનીર્દેશક,નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપાઈ.

ગુજરાતમાં પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભરતીને લઇ ઉભી કરાયેલ 7 જગ્યામાંથી બે જગ્યાની જવાબદારી સોંપાઈ છે. વિગતો મુજબ હસમુખ પટેલ અને પી વી રાઠોડને મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ બંને અધિકારીઓને અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે. આ તરફ હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વિગતો મુજબ IPS હસમુખ પટેલને અધિક પોલીસ મહાનિર્દેશક અને  પી વી રાઠોડને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. જેને હવે ટૂંક સમયમાં પોલીસની ભરતી આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *