IMFના અહેવાલ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મજબૂત વિકાસ સાથે ભારતીય અર્થતંત્રનું ભવિષ્ય ખૂબ જ આશાસ્પદ જણાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે,
ભારતની અર્થવ્યવસ્થા આ પડકારભર્યા સમયમાં આશાના કિરણની જેમ દ્રશ્યમાન છે. આ અંગેના આઇએમએફના અહેવાલ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મજબૂત વિકાસ અને ભારતીય અર્થતંત્રનું ભવિષ્ય ખૂબ જ આશાસ્પદ જણાય છે. પ્રધાનમંત્રીએ આ જ ગતિ જાળવી રાખવાનો દરેકે નાગરિકને અનુરોધ કર્યો અને ૧૪૦ કરોડ ભારતીયોને માટે સુખ સમૃધ્ધિની સુનિશ્વિતતાની ભાવના વ્યક્ત કરી. છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઇએમએફના અહેવાલના અનુસંધાને ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતીની વાત રજૂ કરી હતી. તેમજ તમામ દેશવાસીઓને અર્થતંત્રની આ ગતિ જાળવી રાખવા અનુરાધ કર્યો હતો. આઇએમએફના અહેવાલમાં ભારતીય અર્થતંત્ર પડકારો વચ્ચે પણ આશાસ્પદ ભવિષ્યમાટે મંચ તૈયાર કરી રહ્યુ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આઇએમએફના આ અહેવાલમાં જણાવાયું છે કે, ભારતનું અર્થતંત્ર પડકારોનો સામનો કરી શક્યું એટલું જ નહીં પરંતુ આશાસ્પદ ભાવિ માટેનો મંચ પણ તૈયાર કરી શક્યું છે
ભારત માટે આશાવાદના કારણો સંબંધિત લેખો અને ઈન્ફોગ્રાફિક્સના સંગ્રહ પર ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થતંત્રની મજબૂત વૃદ્ધિ અને સ્થિતિસ્થાપક ભાવનાની પુનઃ પુષ્ટિ કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટમાં લખ્યું હતુ કે,
“ભારતની અર્થવ્યવસ્થા આ પડકારજનક સમયમાં આશાના કિરણ તરીકે ચમકે છે. મજબૂત વૃદ્ધિ અને સ્થિતિસ્થાપક ભાવના સાથે, ભવિષ્ય આશાસ્પદ લાગે છે. ચાલો આ ગતિ જાળવીએ અને ૧૪૦ કરોડ ભારતીયોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરીએ!”