વિક્રમ લેન્ડરે ચંદ્ર તરફ બીજું પગલું ભર્યું

સારા સમાચાર છે કે, પ્રોપલ્શન મોડ્યુલમાં ૧૫૦ કિલોથી વધુ બળતણ બાકી, પહેલા એવું માનવામાં આવતું હતું કે તે ૩ થી ૬ મહિના સુધી કામ કરી શકશે પરંતુ હવે તે ઘણા વર્ષો સુધી કામ કરે તેવી શક્યતા.

ચંદ્રયાન-૩ ને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે રાત્રે જ્યારે આપણે બધા સૂતા હતા ત્યારે આપણાં વિક્રમ લેન્ડરે ચંદ્ર તરફ બીજું પગલું ભર્યું. ધીમે ધીમે તે ચંદ્રની સપાટીની નજીક જઈ રહ્યું છે. આ તરફ સારા સમાચાર એ સામે આવ્યા છે કે,  પ્રોપલ્શન મોડ્યુલમાં ૧૫૦ કિલોથી વધુ બળતણ બાકી છે. એ જ મોડ્યુલ જેમાંથી વિક્રમ લેન્ડર થોડા કલાકો પહેલા અલગ થઈ ગયું હતું. પહેલા એવું માનવામાં આવતું હતું કે તે ત્રણથી છ મહિના સુધી કામ કરી શકશે પરંતુ હવે તે ઘણા વર્ષો સુધી કામ કરે તેવી શક્યતા છે.

ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું કે, પ્રોપલ્શન મોડ્યુલમાં ઘણું બળતણ બચ્યું છે, જે અમારી અપેક્ષા કરતાં વધુ છે. તેનું કારણ એ છે કે ચંદ્ર પર જવાના માર્ગમાં બધું સામાન્ય હતું. કોઈ કટોકટી કે સુધારણાની જરૂર ન હતી જેના કારણે ઈંધણ વધુ પડતું હતું. ઈસરોના વડાએ પુષ્ટિ કરી છે કે ૧૫૦+ કિલો ઈંધણ બાકી છે. ૧૪ જુલાઈના રોજ લોન્ચ સમયે પ્રોપલ્શન મોડ્યુલમાં ૧,૬૯૬.૪ કિગ્રા ઇંધણ લોડ કરવામાં આવ્યું હતું. ૧૫ જુલાઈ અને ૧૭ ઓગસ્ટની વચ્ચે, તેણે પૃથ્વીની ભ્રમણકક્ષા કર ચંદ્રની ભ્રમણકક્ષામાં પાંચ પ્રક્રિયા કરી અને પછી પછીતે લેન્ડરથી અલગ થઈ ગયો.

આજે આપણું  લેન્ડર ચંદ્રની સપાટીની નજીક પહોંચી ગયું છે. ઇસરોએ મધ્યરાત્રિના ૦૧:૫૦ વાગ્યે વિક્રમ લેન્ડરની બીજી ડિબૂસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરી જ્યારે આપણે સૂઈ રહ્યા હતા. હવે તેનું અંતર ૨૫ કિમી x ૧૩૪ કિમી થઈ ગયું છે. તે ચંદ્રની સપાટીથી મહત્તમ અને લઘુત્તમ અંતર દર્શાવે છે.

ઈસરોએ વહેલી સવારે ટ્વીટ કર્યું કે, બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે અને તેનું લેન્ડર ખૂબ જ નીચી ભ્રમણકક્ષામાં આવી ગયું છે. હવે મોડ્યુલ આંતરિક તપાસમાંથી પસાર થશે અને નિયુક્ત લેન્ડિંગ સાઇટ પર સૂર્યપ્રકાશ પહોંચે તેની રાહ જોશે. ઉતરાણનો સમય ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ સાંજે ૦૫:૪૫ વાગ્યે નિર્ધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *