અમદાવાદમાં હેરિટેજ,કલ્ચર અને વાઇલ્ડલાઇફને ગુજરાતના લોકોને સુપરિચિત કરવાના હેતુથી કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા ટુરીઝમ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, કર્ણાટક રાજ્યની ધરોહર, વન્યજીવન, સાહસ અને આધુનિક શહેરી, વિશેષતાઓ ને રજૂ કરીને એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને કર્ણાટકમાં,જે અજાયબીઓ છે તેનાથી લોકોને માહિતી પહોંચાડવાના હેતુથી ઓડિયો વીડિયો પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું .
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અમદાવાદના લોકોને કર્ણાટકની ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાથી પરિચય કરાવવાનો હતો, કાર્યક્રમમાં, કર્ણાટક રાજ્યમાં આવેલા પ્રાચીન ધાર્મિક વારસા, સ્થાપત્યની અજાયબીઓ અને આકર્ષક લેન્ડ સ્કેપ્સથી ગુજરાત રાજ્યના લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કર્ણાટક રાજ્યના ઐતિહાસિક મંદિરોની આકર્ષક કોતરણીથી લઈને તેના અભૂતપૂર્વ હિલ સ્ટેશનો ધરાવે છે.
આ કાર્યક્રમમાં પ્રવાસ સાહસિકો , ઉત્સાહીઓ અને સહયોગીઓ માટે કર્ણાટકના પ્રવાસન વિભાગ દ્વારા સવિશેષ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે અને કર્ણાટક રાજ્યને ભારતમાં એક મુખ્ય પ્રવાસ સ્થળ તરીકે લોકો સુપરિચિત થાય છે, તે માટે યોજાયેલા કાર્યક્રમમાં કર્ણાટક રાજ્યના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમને પણ રજૂ કરવામાં આવ્યા હતા.
જેને ગુજરાતની પ્રવાસપ્રેમી જનતાએ ભારે ઉત્સુકતાથી મળ્યા હતા, અને ગુજરાતના પ્રવાસ પ્રેમીઓને કોનાટકના પ્રવાસે આવવા માટે કર્ણાટક રાજ્યના વિભાગના ડાયરેક્ટર ડોક્ટર રામ પ્રસાથ મનોહર વી એ અનુરોધ કર્યો હતો.