ચંદ્ર પર સફળતાનો સૂર્યોદય થયો! આખરે ચંદ્રયાન-૩ એ દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો છે.
ભારતનું ગૌરવ એવા ચંદ્રયાન-૩ એ ચંદ્રની ધરા પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. ઈસરોની આ ભવ્ય સફળતા સમગ્ર વિશ્વ માટે ગૌરવની વાત છે. ચંદ્રયાન-૩ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત જગ્યા શોધીને સોફ્ટ લેન્ડિંગ કરી ચૂક્યું છે.
બેંગલૂરુમાં ઈસરોનાં મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સથી ચંદ્રયાન-૩ મિશનની લેન્ડિંગનો ઈવેંટ લાઈવ ચાલી રહ્યો છે. CSIR મુખ્યાલયમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજીનાં રાજ્યમંત્રી ડો.જિતેન્દ્ર સિંહ ચંદ્રયાન-૩ ની સફળતા જોવા હાજર થયાં છે.
ચંદ્રયાન-૩ નાં ચંદ્ર પર ઊતરવા માટે ISROએ લેન્ડરને અંતિમ કમાન્ડ આપી દીધી છે. આજે આપણે સૌ ભારતનાં આ મહાન મિશન મૂનની સફળતાનાં સાક્ષી બનશું. સાંજે ૦૬:૦૪ વાગ્યે વિક્રમ લેન્ડર ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર પગ મૂકશે.