લખનઉથી રામેશ્વર જતી ટ્રેનના એક કોચમાં ભીષણ આગ હતી. આગ લાગતા ૯ લોકોના મોત થયા છે.
તમિલનાડુના મદુરાઈમાં એક મોટો અકસ્માત સર્જાયો છે.લખનઉથી રામેશ્વર જતી ટ્રેનમાં ભીષણ આગ લાગતા આગમાં ૯ લોકોના મોત થયા છે. મદુરાઈમાં ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગી હતી.
મદુરાઈ રેલવે સ્ટેશન પર એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ૯ લોકોના મોત થયા છે. જ્યારે ૭ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લખનઉથી રામેશ્વરમ ટ્રેન જઇ રહી હતી. ખાનગી વ્યક્તિએ ટ્રેનના કોચ બુક કરાવ્યા હતા. જેના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. હાલ આગ પર ફાયરની ટીમે કાબૂ મેળવી લીધો છે. રેલવેએ મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, મદુરાઈ રેલ્વે સ્ટેશન નજીક બોડી લેનમાં પાર્ક કરેલી પ્રવાસી ટ્રેનમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને પ્રવાસ કરતા હતા જેના કારણે ટ્રેનના કોચમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
રેલવે તરફથી મળેલી માહિતી મુજબ આજે સવારે ૦૫:૧૫ વાગ્યે મદુરાઈ યાર્ડમાં પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી. ફાયર સર્વિસે પહોંચીને આગને કાબુમાં લીધી છે અને અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી.