કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ટ્વિટ કરી જણાવ્યું હતું કે કહ્યું છે કે સાચો નેતા દરેક પરિસ્થિતિમાં તેના લોકોની પડખે રહે છે.
અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના સફળ ચંદ્ર મિશન ચંદ્રયાન-૩ સાથે સંકળાયેલા ISROના વૈજ્ઞાનિકોને મળવા આજે સવારે ગ્રીસથી સીધા જ બેંગલુરુ પહોંચ્યા. બેંગલુરુમાં વૈજ્ઞાનિકોને તેમનું પ્રેરણાદાયી સંબોધન એ ભારતની આકાશને આંબી દેનારી સિદ્ધિની નિશાની હતી. ગૃહમંત્રીએ કહ્યું કે ૨૩ ઓગસ્ટ એ ભારત માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે તે તેના ચંદ્ર મિશન ચંદ્રયાન-૩ ની સિદ્ધિ દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેને ‘રાષ્ટ્રીય અવકાશ દિવસ’ તરીકે જાહેર કર્યો, જેથી આ મિશન પાછળના ભારતીય વૈજ્ઞાનિકોની સફળતાની ગાથા આવનારી દરેક પેઢી સુધી પહોંચે. આ નિર્ણય ભારતીય વૈજ્ઞાનિકોને ‘ત્રિરંગા’ના ગૌરવને ઊંચો રાખીને અવકાશ સંશોધનના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે પ્રેરણા આપતો રહેશે.