બેંગ્લુરુથી દિલ્હી આવતી ફ્લાઇટમાં હૃદયરોગથી પીડિતાની બે વર્ષની બાળકી અચાનક બેભાન થઈ ગઇ હતી, AIIMSના ૫ રેસિડેન્ટ ડૉક્ટરો મુસાફરી કરી રહ્યા હતા, તેઓ આ જાહેરાત સાંભળી બાળકીનો જીવ બચાવવામાં લાગી ગયા.
બેંગ્લુરુથી દિલ્હી આવતી ફ્લાઇટમાં હૃદયરોગથી પીડિતાની બે વર્ષની બાળકી અચાનક બેભાન થઈ ગઇ હતી. ઓક્સિજનના અભાવે તેના શરીરનો રંગ બદલાવા લાગ્યો હતો અને તેનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. આ જ કારણે વિસ્ટારા એરલાઇન્સની ફ્લાઇટમાં હેલ્થ ઈમરજન્સી ડિક્લેર કરાઈ હતી.

AIIMSના ડૉક્ટરોએ બાળકીને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેને આઈવી કેનુલા લગાવ્યો અને ઓક્સિજન સપોર્ટ આપ્યું. ત્યારે લોહીનો સંચાર સામાન્ય થયો. આ દરમિયાન બાળકીને ફરી એકવાર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. આ જ કારણે ડૉક્ટરોએ તેને ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર સપોર્ટ આપ્યું જેથી ધબકારાં નિયંત્રિત થઈ શકે. આ ઉપરાંત ૪૫ મિનિટ સુધી સીપીઆર આપ્યું ત્યારે બાળકીનો જીવ સ્થિર થયો. આ દરમિયાન ફ્લાઈટને નાગપુરમાં લેન્ડર કરી બાળકીને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ પહોંચાડાઈ.