યુરોપના જંગલોમાં લાગેલી અત્યાર સુધીની સૌથી મોટી આગ ૯ માં દિવસે પણ કહેર વર્તાવી રહી છે.
યુરોપના જંગલોમાં લાગેલી અત્યાર સુધીની સૌથી મોટી આગ ૯ માં દિવસે પણ કહેર વર્તાવી રહી છે. ગ્રીસમાં વરસાદ વરસાવનારા વિમાનો અને હેલિકોપ્ટરોના મોટા કાફલા તથા ૬૦૦ થી વધુ ફાયરફાઇટર વાહનો સાથે યુરોપિયન દેશોના જવાનો સહિતના સુરક્ષાકર્મીઓ ત્રણ જંગલોમાં લાગેલી આગ પર અંકુશ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યાં છે.
ગ્રીસના ઉત્તર પૂર્વી વિસ્તારો અને એવરોસ અને એલક્ઝેન્ડ્રોપોલિસના જંગલોમાં લાગેલી વિકરાળ આગને કારણે ૨૦ લોકોનાં મોત થયા છે. આ દાવાનળે જંગલના એક મોટા વિસ્તારનો નાશ કર્યો છે. આ આગને કારણે એલેકઝેન્ડરો બહાર આવેલા મકાનો પણ બળી ગયા છે.