એર ટ્રાફિક સિસ્ટમ ખોરવાઈ જતાં આખા બ્રિટનમાં હવાઈ મુસાફરી ઠપ્પ થઈ હતી. આ દરમિયાન એક પણ વિમાન ઉતરી કે ઉપડી શક્યું નહોતું.
ટેક્નિકલ ખામીને કારણે સમગ્ર બ્રિટનમાં અચાનક હવાઈ મુસાફરી ઠપ થઈ ગઈ છે. આ કારણે ન તો વિમાન ઉડી શક્યા કે નતો વિમાન ઉતરી શક્યા હતા. દેશની આખી એર ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ ફેલ થતાં આવું થયું હતું. બ્રિટીશ એરપોર્ટની બહારના મુસાફરોને કહેવામાં આવ્યું છે કે એર ટ્રાફિક કંટ્રોલ નેટવર્ક બંધ છે અને તેમની ફ્લાઇટ્સ મોડી પડશે.
નેશનલ એર ટ્રાફિક કન્ટ્રોલરે એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હાલમાં અમે ટેકનિકલ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. સલામતીના કારણોસર, અમે હવાઈ મુસાફરી બંધ કરી દીધી છે અને એક પણ વિમાનને ઉડવાની કે ઉતરવાની પરમિશન અપાઈ નથી. આ ઘટના બાદ એન્જિનિયરો એર ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમને ચાલું કરવાના કામમાં લાગ્યાં હતા. યુકેની અંદર અથવા બહાર ઉડાન ભરવાને કારણે આ સમસ્યા હાલમાં તમામ ફ્લાઇટ્સને અસર કરી રહી છે.