રિલાયન્સ AGM ૨૦૨૩ માં તેમના સંબોધનમાં RILના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે, ૨૦૨૬ સુધીમાં બેટરી ગીગા ફેક્ટરી બનાવશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં મોટા એલાન કરવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં મોટા ફેરફારની સાથે જામનગરને લઈ પણ મોટા સમાચાર સામે આવ્યા છે. આ બોર્ડમાં આકાશ, અનંત અને ઈશા અંબાણીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
રિલાયન્સ AGM ૨૦૨૩ માં તેમના સંબોધનમાં RILના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે, જૂથ ૨૦૨૬ સુધીમાં બેટરી ગીગા ફેક્ટરી સ્થાપશે. આ સુવિધા ગુજરાતના જામનગરમાં સ્થાપિત કરવામાં આવશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના નવા એનર્જી બિઝનેસમાં રૂ. ૭૫,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. જ્યારે જામનગર રિફાઈનરીની ફોકસ કેમિકલ ઉત્પાદન પર રહે છે. RIL કંપનીના નવા ઉર્જા કારોબાર માટે સતત નવા રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
રોડમેપ રજૂ કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે Jio Fin વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે, આ માટે વૈશ્વિક નેતાઓ સાથે ભાગીદારી કરવામાં આવશે. મુકેશ અંબાણીએ કહ્યું કે Jio ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા ૧૪૨ કરોડ ભારતીયોને નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે Jio ફાઇનાન્શિયલ સર્વિસ બ્લોકચેન અને CBDT આધારિત પ્રોડક્ટ્સ લોન્ચ કરશે, જેમાં જીવન અને સ્વાસ્થ્ય વીમો શામેલ હશે.