અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતાં ૫૧ પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર બદલીના આદેશ કરાયા છે.
અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતાં ૫૧ પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર બદલીના આદેશ કરાયા છે. જે બી અગ્રાવતને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનથી કે ટ્રાફીકમાં જવાબદારી સોંપાઈ છે જ્યારે વી જે જાડેજાને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનથી ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ છે.
ગૃહ વિભાગમાં આઈપીએસ અધિકારી બાદ અમદાવાદમાં એક ઝાટકે ૫૧ પોલીસ ઈન્સ્પેક્ટરોની વહીવટી કારણોસર અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે બદલીના આદેશ કર્યા છે. જો કે, આ બદલીના આદેશથી અમદાવાદ પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ જાગી છે.