સુરતના વેસુ (પીપલોદ) વિસ્તારમાં ૪૭.૪૦ કરોડ રૂપિયાના ખર્ચે પંચાયતના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આજે આ પંચાયત ભવનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ૧૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલ પાંચ માળનું આ ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં ૨૨ પ્રકારની વિવિધ શાખાઓ અને કચેરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લા પંચાયત ભવનનું સોલાર રૂફટોપ, વરસાદી પાણીના સંગ્રહ વ્યવસ્થા સાથે ઈકોફ્રેન્ડલી ભવન તરીકે નિર્માણ કરવામાં આવ્યુ છે. તેમજ ગ્રાઉન્ડ ફ્લોરમાં ૨૦૦ કાર અને ૬૦૦ બાઈક પાર્ક થઈ શકે તેવું મલ્ટીલેયર પાર્કિંગ, લેબોરેટરી, લાઈબ્રેરી, સ્ટ્રોંગરૂમ સહિતની,સુવિધા પણ આ નવા પંચાયત ભવનમાં છે. ઉલ્લેખનિય છે કે, નવા ભવનના લોકાર્પણથી કામ અર્થે આવતા અરજદારોની સુવિધાઓમાં વધારો થશે.