ઇઝરાયલે સિરીયા પરના હવાઈ હમલા માટે જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે: ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ હયાન
ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ હયાને આ મહિનાની ૨૮ તારીખે સીરિયાના અલેપ્પો શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈઝરાયેલના હવાઈ હુમલાની નિંદા કરી અને કહ્યું કે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ઈરાને ઈઝરાયેલને ચેતવણી આપી છે કે તેને સીરિયા પર હુમલાનો સામનો કરવો પડશે. હવાઈ હુમલા માટે વળતી કાર્યવાહીનો સામનો કરવો પડશે.
ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર અબ્દુલ હયાને ગઈકાલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ ટિપ્પણી કરી હતી. તેઓ સીરિયાની બે દિવસની મુલાકાતે છે.ઇઝરાયેલના હવાઈ હુમલામાં અલેપ્પો એરપોર્ટને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે એરસ્ટ્રીપ પર ફ્લાઈટની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. માર્ચમાં થયેલા બે હુમલા સહિત આ વર્ષે એરપોર્ટને ઘણી વખત નિશાન બનાવવામાં આવ્યું છે.