જયા વર્મા સિન્હાએ આજે રેલવે બોર્ડ (રેલ મંત્રાલય) નાં નવા પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) નો કાર્યભાર સંભાળ્યો. કેબિનેટની નિમણૂક સમિતિએ જયા વર્મા સિન્હાની નિમણૂક કરી છે. જયા વર્મા સિન્હા રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ તરીકે ભારતીય રેલ્વેના આ ટોચના પદ પર નિમણૂક થનાર પ્રથમ મહિલા છે.
જયા વર્મા સિન્હા આ અગાઉ રેલવે બોર્ડમાં સભ્ય (સંચાલન અને વ્યવસાય વિકાસ) તરીકે કાર્યરત હતા. જયા વર્મા સિન્હા ૧૯૮૮ માં ભારતીય રેલવે ટ્રાફિક સેવામાં કાર્યરત હતા. ભારતીય રેલવેમાં પોતાની ૩૫ વર્ષોથી વધુની કારકિર્દીમાં તેઓ રેલવે બોર્ડના સભ્ય, અપર સભ્ય, ટ્રાફિક પરિવહન જેવા વિવિધ મહત્વના પદો પર કાર્ય કરેલ છે. તેઓએ સંચાલન, વેપાર, આઈટી સહિત વિવિધ બાબતોમાં કામ કર્યું છે. તે દક્ષિણ પૂર્વ રેલવેના મુખ્ય-પ્રચારક તરીકે નિમણૂક કરનાર પ્રથમ મહિલા પણ છે. તેમણે બાંગલાદેશનાં ઢાકામાં ભારતીય ઉચ્ચાયોગમાં રેલવે સહાયકનાં રૂપમાં પણ કામ કર્યું છે, તદુપરાંત તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન કોલકાતથી ઢાકા સુધી પ્રસિદ્ધ મૈત્રી એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરાવ્યું હતું.