આજે ભારતના સૌપ્રથમ સૌરમિશન આદિત્ય L1નું શ્રી હરિકોટાથી પ્રક્ષેપણ થશે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેનું પ્રથમ સૂર્ય મિશન ‘આદિત્ય-L1’ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ મિશન શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી આજે સવારે ૧૧:૫૦ કલાકે લોન્ચ કરવામાં આવશે. ભારતના આ પ્રથમ સૌર મિશન સાથે ISRO સૂર્યનો અભ્યાસ કરશે.

પ્રથમ તબક્કો પીએસએલવી રોકેટનું પ્રક્ષેપણ છે. પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ એટલે કે પીએસએલવીથી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. તેને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે.

બીજો તબક્કો પૃથ્વીની આસપાસ આદિત્ય એલ-1ની ભ્રમણકક્ષાને સતત વધારશે અને ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર લઈ જશે. ત્રીજો તબક્કો સૂર્યયાનને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર કાઢવાનો હશે.

આ પછી, ઉપગ્રહ છેલ્લા તબક્કામાં એટલે કે L1 માં સ્થાપિત થશે.આદિત્ય L1 ને પૃથ્વી છોડીને લેગ્રેન્જ પોઈન્ટ પર પહોંચવું પડશે અને આ પ્રક્રિયામાં તેને ૧૨૫ દિવસ એટલે કે લગભગ ૪ મહિના લાગશે.આદિત્ય-L1 ને L1 બિંદુની કોરોનલ ભ્રમણકક્ષામાં મૂકીને સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે.. જ્યાં પહોચતા તેને ૧૨૭ દિવસનો સમય લાગશે અને આગામી પાંચ વર્ષ સુધી આ મિશન હેઠળ અભ્યાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *